ગુરુવાર (12 જાન્યુઆરી)ના રોજ સવારે મેલબર્નના ઉત્તર ઉપનગર મિલ પાર્કમાં BAPS સ્વામીનારાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો અને તોડફોડ કરી.
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયાના (Australia) મેલબર્નમાં (Melbourne) બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. મીડિયા રિપૉર્ટ પ્રમાણે, ગુરુવાર (12 જાન્યુઆરી)ના રોજ સવારે મેલબર્નના ઉત્તર ઉપનગર મિલ પાર્કમાં BAPS સ્વામીનારાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો અને તોડફોડ કરી. સાથે જ મંદિરની દિવાલ પર વિરોધી નારા પણ લખ્યા. મંદિરની દિવાલ પર લખેલા નારામાં ખાલિસ્તાનના સમર્થકોએ આતંકવાદી જરનલ સિંહ ભિંડરાવાળને `શહીદ` ગણાવ્યો અને તેના વખાણ પણ કર્યા.
રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદિરની દિવાલો પર વિનાશ અને ઘૃણાના સ્તબ્ધ કરી દે તેવા નારા લખવામાં આવ્યા. તો બાપ્સે હુમલાની નિંદા કરી છે. બાપ્સે એક નિવેદનમાં કહ્યું કે અમે બર્બરતા અને ઘૃણાના આ કૃત્યોથી દુઃખી અને સ્તબ્ધ છીએ. શાંતિ અને સદ્ભાવ માટે પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં જ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપીશું.
ADVERTISEMENT
અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ
ઘટનાને લઈને હિંદૂ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના અધ્યક્ષ મકરંદ ભાગવતે કહ્યું કે પૂજા સ્થળો વિરુદ્ધ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ અસ્વીકાર્ય છે અને અમે આની નિંદા કરીએ છીએ. તેમણે કહ્યું કે આ પ્રકારની ગતિવિધિ નસ્લ અને ધાર્મિક સહિષ્ણુતા અધિનિયમનું ઉલ્લંઘન છે. અમારી સરકાર અને પોલીસને માગ છે કે અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે અમે ચોક્કસ રૂપે આ મામલો ઑસ્ટ્રેલિયન સરકાર સામે ઉઠાવશું. હિંદુઓના જીવનું જોખમ ખૂબ જ ગંભીર મામલો છે કારણકે સમુદાય આ ખાલિસ્તાન સમર્થકોથી ડરે છે.
આ પણ વાંચો : Gujarat:સ્પર્શ મહોત્સવમાં આકર્ષણ ભલે ગિરનાર હોય પણ સાઉંડ શૉમાં દેખાશે જૈનોની ઝલક
ધાર્મિક ઘૃણાને કોઈ સ્થાન નથી
તો, ઉત્તરી મહાનગર ક્ષેત્રના લિબરલ સાંસદ ઈવાન મુલ્હોલેન્ડે કહ્યું કે આ બર્બરતા ઑસ્ટ્રેલિયાના શાંતિપૂર્ણ હિંદૂ સમુદાય માટે ખૂબ જ દુઃખદ છે. આ પ્રકારની ધાર્મિક ઘૃણાને અહીં કોઈ સ્થાન નથી. ઑસ્ટ્રેલિયામાં હિંદૂ સમુદાયના નેતા બાપ્સ સ્વામીનારાયણ મંદિર પંથની સાથે છે અને મંદિર પર હુમલાની નિંદા કરે છે.